Mobirise Site Maker

General Rules & Regulations to the Parents


1. To secure all that is best inthe education of your child, please look into your child's calender everyday. Remarks made in the Calender should be seen and signed regularly and action taken accordingly.

2. Always send your child in uniform except on Wednesday. Please do not adorn him/her with ornaments.

3. Parents/Guardians should not go to the class room directly during school hours. They may contact the teacher with the permission from the Principal.

4. Parents are requested not to take their children home before the school gets over. However, in case of emergency the student will be sent home provided a written request is made by the parents/guardian.

5. Whenever the student is unwell, the parents/guardian should ensure that the child remains at home until he/she is fully recovered. In case of illness, promotion is settled on the basis of his/her general performance during the year.

6. Every pupil returning to school after suffering from an infection or contagious disease should produce doctor's certificate permitting him/her to do so.

7. Students who absent themselves from school for a period of fifteen days without prior sanction of leave or timely intimation to the School are liable to have their names dropped from the roll and their seats allotted to others without further notice.

8. Absence from the school due to social functions should be discouraged.

9. Assessment: Periodical assessment of the child will be made and the report will be given in the calendar. The final assessment will be done in the month of April to enable him/her to be promoted to the next class.

10. Admission : Admissions to this School is restricted by certain Government regulations and by conditions of age, ability and entrance test.

11. The Principal reserves the right to refuse any application without having to assign reasons for his action.

12. First term fees should be paid by the 15th of July and the second term fees should be paid by 15th of January.

13. Late fee at Rs. 10/- per day will be charged after the due date.

શાળાના નિયમો




૧. વાલીઓએ બાળકની યોગ્ય કેળવણી માટે દરરોજ રોજનીશી અવશ્ય તપાસવી અને કોઇપણ પ્રકારની નોંધ થયેલી હોય તો સહી કરી યોગ્ય પગલાં લેવા.

૨. દરરોજ તમારા બાળકને ગણવેશ પહેરાવી મોકલવા. (બુધવાર સિવાય) મહેરબાની કરીને તમારા બાળકને ઘરેણા પહેરાવી મોકલશો નહિ.

૩. માતાપિતા તેમજ વાલીઓએ ચાલુ શાળા દરમિયાન આચાર્યની રજા સિવાય વિદ્યાર્થી કે શિક્ષિકોને મળવું નહિ અને વર્ગમાં જવું નહિ.

૪. માતાપિતાને ખાસ જણાવવામાં આવે છે કે શાળા છૂટ્યા પહેલા બાળકને શાળામાંથી લઇ જવા નહિ. છતાં, અમુક સંજોગોમાં માતાપિતાની લેખિત માંગણી સાથે જ બાળકને ઘરે રજા આપવામાં આવે છે. ૫. જ્યારે તમારું બાળક બિમાર હોય અને સંપૂર્ણ સાજુ ન થાય ત્યાં સુધી શાળામાં મોકલવું નહિ. આવા વિદ્યાર્થીઓને એમના વર્ષ દરમ્યાનનાં શૈક્ષણિક દેખાવને ધ્યાનમાં રાખી ઉપલા વર્ગમાં મોકલવામાં આવશે.

૬. જો બાળકને ચેપી રોગ થયો હોય તો તેવા સંજોગોમાં બાળકની શારીરિક યોગ્યતા અંગેનું સર્ટી ડાક્ટર પાસેથી લાવવું જરૂરી છે.

૭. શાળામાં સતત પંદર દિવસ સુધી વિના મંજુરીએ ગેરહાજર રહેનાર વિદ્યાર્થીનું નામ શાળાના દફતરમાંથી રદ કરવાનો નિયમ છે. આકસ્મિક સંજોગોમાં પણ વહેલી તકે શાળાને જાણ કરવી જોઇએ.

૮. બિનજરૂરી સામાજીક કાર્યક્રમોને કારણે બાળકને ગેરહાજર રાખવું નહિ.

૯. તમારા બાળકની સમયસર કસોટીની નોંધ લેવામાં આવશે અને તેનો રિપોર્ટ રોજનીશીમાં આપવામાં આવશે. છેલ્લી કસોટી એપ્રિલ મહિનામાં રાખવામાં આવશે.

૧૦. શાળામાં પ્રવેશ આપવાની બાબતમાં સરકારી નિયમો, ઉંમર, લાયકાત અને વર્તણુક ધ્યાનમાં લેવામાં આવે છે.

૧૧. પ્રવેશ માટેની કોઇપણ અરજીનો સ્વીકાર કરવાનો આચાર્યને અધિકાર છે અને તેઓ આ અંગે કોઇપણ કારણ આપવા બંધાયેલ નથી.

૧૨. પ્રથમ સત્રની ફી ૧૫ મી જુલાઈ સુધીમાં ભરી દેવી અને બીજા સત્રની ફી ૧૫મી જાન્યુઆરી સુધીમાં ભરવાની રહેશે.

૧૩. સૂચિત તારીખ પછી ફી જમા કરાવશો તો દિન દીઠ રૂા. ૧૦/- લેખે દંડ ભરવાનો રહેશે.

પ્રવેશ તથા શાળા છોડવા અંગે


1. શાળામાં પ્રવેશ આપવાની બાબતમાં સરકારી નિયમો, આવડત અને વર્તણૂંક ધ્યાનમાં રાખવામાં આવે છે.

2. દાખલ થવા આવનાર દરેક વિદ્યાર્થીએ જે છેલ્લી શાળામાં અભ્યાસ કર્યો હોય તે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજૂ કર્યા સિવાય તેનો શાળામાં પ્રવેશ પૂર્ણ ગણાશે નહિ.

3. પ્રવેશ માટે કોઈપણ અરજીનો અસ્વીકાર કરવાનો આચાર્યનો અધિકાર છે અને તેઓ આ અંગે કોઈપણ કારણ આપવા બંધાયેલા નથી.

4. જે વિદ્યાર્થી દરેક ધોરણમાં પાસ ન થઈ શકે અને જ્યારે આચાર્યને એમ લાગે કે તે શાળાના ધોરણને પહોંચી વળવા અસમર્થ છે ત્યારે તેને શાળા છોડવાનું કહેવામાં આવશે. એક જ ધોરણમાં બે વર્ષ સુધી નાપાસ થનાર વિદ્યાર્થીએ શાળા છોડવી જ પડશે.

5. અનિયમિત હાજરી, આળસ, શાળાના અધિકારીઓ પ્રત્યે વિરોધ કે તેમની અવહેલના કે શાળાના નૈતિક ધોરણને નુકશાન કરે તેવું વર્તન એ બધાં બરતરફી માટેનાં પૂરતાં કારણો છે.

6. વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ શાળાની અંદર તેમજ બહાર પોતાની વર્તણૂંક માટે શાળાના સંચાલકોને જવાબદાર રહેવું પડશે. રસ્તા પર અથવા વાહનોમાં ગેરવર્તન કરતો વિદ્યાર્થી પણ બરતરફી માટે પાત્ર ગણાશે.

7. મા-બાપ કે વાલીની લેખિત અરજી સિવાય અને બાકી નીકળતી બધી રકમ ભર્યા પહેલાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવામાં આવશે નહિ. શાળા છોડવા અંગે શાળાને જાણ કરવામાં આવી ન હોય ત્યાં સુધી બધી ફી લેવામાં આવશે. જો બે વર્ષની અંદર શાળા છોડ્યાનું પ્રમાણપત્ર માંગવામાં ન આવ્યું હોય તો તેને માટે 10/- રૂપિયા ફી ભરવાની રહેશે.

8. જૂન માસમાં જેઓ શાળા છોડી જવા ઈચ્છતા હોય તેઓએ મે માસની તા.31 મી સુધીમાં શાળા છોડવાના પ્રમાણપત્ર માટે લેખિત અરજી કરવી જરૂરી છે. ત્યારબાદ પ્રમાણપત્ર માંગનારે જૂન માસની ફી પણ આપવાને રહેશે. (પછાત જાતિના વિદ્યાર્થી હોય તો પણ) 

હાજરી અને રજા અંગે

1. નિયમિત હાજરી આવશ્યક છે. જો સંજોગોવશાત ગેરહાજર રહેવાનું હોય તો કેલેન્ડરમાં દર્શાવેલ ખાનામાં કારણ ટૂંકમાં બતાવીને અગાઉથી પરવાનગી મેળવવી જરૂરી છે. માંદગી કે અન્ય અસાધારણ સંજોગોમાં ગેરહાજર રહેનારે શાળામાં હાજર થવાની સાથે જ ગેરહાજરીનું કારણ કેલેન્ડરમાં દર્શાવેલ જગ્યા પર વાલીની સહી સાથે લખેલ હોવું જોઈએ અને તેની ઉપર આચાર્યની સહી કરાવ્યા પછી જ વર્ગમાં જવું. ગેરહાજરી અંગેનું કારણ ટૂંકમાં શાળા કેલેન્ડરમાં તારીખ સાથે લેખિતમાં દર્શાવવું.

2. જો વિદ્ય્રાર્થી અગાઉથી મંજૂરી લીધા સિવાય મોડા આવશે તો તેમને વર્ગમાં દાખલ થવા દેવામાં આવશે નહિ. પરતું કેલેન્ડરમાં દર્શાવેલ જગ્યાએ તેમના માતા પિતા દ્વારા કારણ દર્શાવેલું હશે તો જ માન્ય રખાશે.

3. જો કોઈ કારણસર વિદ્યાર્થીને ઘરે જવાનું થાય તો તેના વાલી જેનું નામ વિદ્યાર્થીની ડાયરીમાં નોંધેલ છે તેમની સાથે જવા દેવામાં આવશે.

4. સફળ કાર્ય માટે નિયમિત હાજરી જરૂરી હોઈ રજા લેતાં પહેલાં લેખિત અરજી આપવી અનિવાર્ય છે.

5. શાળા શરૂ થયા પછી સતત પંદર દિવસ સુધી વિના મંજૂરીએ ગેરહાજર રહેનાર વિદ્યાર્થીનું નામ શાળાના દફતરમાંથી રદ કરવાનો નિયમ છે. આકસ્મિક સંજોગોમાં પણ વહેલી તકે શાળાને જાણ કરવી જરૂરી છે. નામ રદ થતાં પ્રવેશ માટે ધસારો થતો હોવાથી કોઈપણ જાણ કર્યા વગર તેમની જગ્યાએ બીજાને પ્રવેશ આપવામાં આવશે.

6. માંદગીના કારણ સિવાય (કે જેની માટે મેડિકલ સર્ટિફિકેટ અનિવાર્ય છે) કોઈપણ વિદ્યાર્થી પરીક્ષામાં ગેરહાજર રહી શકશે નહી.

7. વિદ્યાર્થીના આચરણ અને પ્રગતિનો અહેવાલ સમયે-સમયે શાળાના કેલેન્ડરમાં આપવામાં આવશે. વાલીઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ આ અહેવાલ અને પરીક્ષાના પરિણામોની નોંધ લેશે અને અવારનવાર શિક્ષક અને આચાર્ય સાથે ચર્ચા વિચારણા કરશે. સ્ટાફને તેમના ખાલી તાસ દરમિયાન મળવું જોઈએ. દરેક માસના બીજા શનિવારે તેમને જે સમય આપવામાં આવ્યો હોય તે જ સમયે તેઓ શિક્ષકોને મળી શકશે. 

શિસ્તના નિયમો

1. વિદ્યાર્થીઓએ શાળા શરૂ થયા પહેલાં ઘંટ વાગે તેની પાંચ મિનિટ પહેલાં હાજર થવું.

2. શાળાના પુસ્તકો સિવાય અન્ય કોઈપણ પુસ્તકો આચાર્યશ્રીની પરવાનગી વગર શાળામાં લાવવાં નહિ.


3. જો કિંમતી વસ્તુઓ જેવી કે સોનાના દાગીના, પૈસા વગેરે ખોવાઈ જશે તો શાળા તેના માટે જવાબદાર નથી. શાળાની અંદર મોંઘી કાંડા ઘડિયાળ, સોનાની ચેઈન, વિંટી વગેરે પહેરીને આવવું નહિ.


4. વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે તેઓએ પોતાના માથાના વાળ સ્વચ્છ અને સુઘડ રાખવા. છોકરાઓએ તેમના માથાના વાળ ટૂંકા રાખવા. છોકરીઓએ પોતાના માથામાં લાલ રંગની રીબન નાંખીને બે ચોટેલીઓ વાળવી. જે વિદ્યાર્થીનીઓના ટૂંકા વાળ હોય તેઓએ માથામાં લાલ રંગની રીબન નાંખીને બે નાની ચોટેલીઓ વાળવી.


5. રીસેસ સિવાય શાળા સમય દરમિયાન કોઈ વિદ્યાર્થીએ વર્ગની બહાર પોતાના વર્ગ શિક્ષકની મંજૂરી વગર બહાર નીકળવું નહિ.


6. શાળા સમય દરમિયાન શાળાની બહાર જવા માટે વિદ્યાર્થીઓએ આચાર્યશ્રીની લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

7. શાળાની દરેક વસ્તુઓ સચવાય તેની કાળજી રાખવી અને જો કોઈ નુકશાન થશે તો તે વિદ્યાર્થીએ ભરપાઈ કરવાનું રહેશે.
8. વાલીઓએ પોતાના બાળકો શાળામાં તથા શાળાના કાર્યક્રમોમાં શાળાએ નિયુક્ત કરેલ ગણવેશ ધારણ કરે તે પ્રત્યે ધ્યાન આપવું. ખાસ નક્કી કરેલું કાપડ પદંદ કરવા અંગે શાળામાંથી માહિતી મળશે.

9. કોઈપણ વિદ્યાર્થી તબિયતના કારણ સિવાય પરીક્ષા કે ટેસ્ટમાં ગેરહાજર રહી શકશે નહિ. માંદગીના કારણ માટે ડોક્ટરનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.

10. શાળા ચાલુ હોય ત્યારે કોઈપણ વાલી આચાર્યશ્રીની પરવાનગી વગર વિદ્યાર્થીને મળી શકશે નહિ કે વર્ગમાં જઈ શકશે નહિ.