Mobirise Site Builder

THE GOAL OF THE SCHOOL

St. Xavier's Mehsana keeps its doors open to pupils from all castes and creeds. It aims at their integral development, so that they can form a society where values like love, peace and brotherhood prevail. This integral development is achieved through character building, personality development and so on.  

At the same time, the school also aims at preparing the pupils for the Board and various other competitive examinations. Special attention is paid to the pupils who come from economically and socially poor background in order to empower them with self confidence and right knowledge.

શાળાનો હેતુ :

સેંટ ઝેવિયર્સ મહેસાણાના દ્વારા દરેક ધર્મ અને જાતિના વિદ્યાર્થીઓ માટે ખુલ્લા છે. તે તેમના સર્વાંગી વિકાસનો ધ્યેય રાખે છે. જેથી તેના દ્વારા તેઓ એવા સમાજની સ્થાપના કરી શકે કે જેમાં પ્રેમ, શાંતિ અને ભાઇચારાના સદ્‌ગુણો સમાયેલા હોય. સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓને બોર્ડ તેમજ વિવિધ સ્પર્ધાત્મક કસોટીઓ માટે તૈયાર કરવાનો ધ્યેય પણ છે, આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સાચા જ્ઞાનનું સિંચન કરવા માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે.

આ શાળા ઈસુપંથી લઘુમતી કોમનાં બાળકો માટેની શાળા હોવા છતાં લાયક બિનઈસુપંથીઓને પણ દાખલ કરવામાં આવે છે. ભગવાન ઈસુના જીવન અને આદર્શો, સિદ્ધાંતો અને ધ્યેયને અનુલક્ષીને આ સંસ્થા કામ કરે છે. કૅથલિક મિશનરી સંસ્થાઓ દુનિયામાં તેમ જ ખાસ કરીને ભારતભરમાં શિસ્ત અને શૈક્ષણિક દ્રષ્ટિએ પ્રખ્યાત છે. તેમાં ઈસુપંથી તેમજ બિનઈસુપંથી વિદ્યાર્થીઓને વિકાસનો પૂરતો મોકો મળે છે. બિનઈસુપંથી વિદ્યાર્થીઓની ધા મક માન્યતાઓને માન આપવામાં આવે છે.

વિદ્યાર્થીઓને કેવળ એસ.એસ.સી./એચ.એસ.સી. પરીક્ષા માટે જ તૈયાર કરવાના નથી. પરંતુ તેમનામાં જવાબદારીની ભાવના કેળવવી, તેમને અંગત માર્ગદર્શન આપીને તથા વ્યવહારથી તેમને માહિતગાર રાખીને તેમના ચારિત્ર્ય અને વ્યક્તિત્વનો વિકાસ કરવાનો છે.

ફક્ત આજીવિકા માટે જ નહીં પણ પોતાના દેશ, રાજ્ય અને સમાજની ઉન્નતિ કરવામાં યુવકો આગળ પડતો ભાગ લઈ શકે તે માટે તેમને જરૂર પૂરતાં જ્ઞાન, સંસ્કૃતિ અને નૈતિક ગુણોથી સજ્જ કરવા એ શાળાનું બીજું ધ્યેય છે. માટે કેળવણી ખાતાના કાયદાનુસાર શિક્ષણ અને તાલિમ આપવા ઉપરાંત આ શાળામાં બીજી બાબતો પર પણ ધ્યાન અપાય છે, કે જેથી વિદ્યાર્થીઓમાં સ્વાશ્રય, સહકાર ને સામાન્ય સંસ્કૃતિના ગુણો ખીલે. વિદ્યાર્થીઓના શારીરિક વિકાસ માટે તબીબી તપાસ, વ્યાયામ, નિયમિત રમતગમતો તથા રમતગમતના વાર્ષિક ઉત્સવોને પૂરતું સ્થાન આપવામાં આવે છે.

શાળાના બિનકૅથલિક વિદ્યાર્થીઓની ધા મક લાગણીને માન આપવું જોઈએ એ કૅથલિક શિક્ષણકારો સમજે છે અને તેને પોતાની ફરજ સમજે છે. કૅથલિક વિદ્યાર્થીઓને ઘનિષ્ઠ ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે, જ્યારે બિનકૅથલિક વિદ્યાર્થીઓને માનવીની પરમાત્મા પ્રત્યે, પોતાની જાત પ્રત્યે અને પોતાના બાંધવો પ્રત્યે મૂળભૂત ફરજો વિષે પ્રોત્સાહન આપતું નીતિશિક્ષણ આપવામાં આવે છે. 

આપણી પ્રણાલિકાઓ 

1. શાળામાં તથા શાળાની બહાર એક્બીજાની સાથે હંમેશા મિત્રતાથી વર્તવું. વાતચીત તથા વર્તણુંક્માં સભ્યતા રાખવી.

2. જે કામ સોંપવામાં આવે તે પોતાનું જ કામ ગણીને તેનો સ્વીકાર કરવો. શાળામાં આવતા અજાણ્યા મુલાકાતીઓને મદદ કરવી.

3. જ્યારે કોઈ ફાધર, સિસ્ટર, શિક્ષક અથવા મુલાકાતી વર્ગમાં આવે કે આપણે જ્યાં બેઠેલાં હોઈએ ત્યાંથી પસાર થાય ત્યારે ઉભા થઈ આદર કરવો.

4. રમત ગમતમાં સામેના પક્ષ તથા અધિકારીઓ સાથે વિવેક અને ખેલદિલીથી વર્તવું.

5. પુસ્તકાલય તથા તેનો ઉપયોગ કરતાં બીજા વિદ્યાર્થીઓન હક્ક્ને માન આપવું.

6. શાળાના મકાનની સુંદરતા જાળવવી, મકાનને કોઈપણ નુકશાન થયું હોય તો તેની જાણ શાળાને કરવી.

7. શાળામાં ગમે ત્યાં કાગળ નાખવાં નહિ. બીજાઓએ નાખેલાં કાગળ દેખાય તો તરત જ ઉપાડી લેવા. 8. શાળામાં તથા શાળાની બહાર સારી વર્તણૂંક રાખવી. 

આ પ્રણાલિકાઓ સામાન્ય જણાય છે છતાં પણ તેનો અમલ કોઈ દબાણને કારણે નહી પણ સ્વેચ્છાએ કરવામાં આવે તો જ તેની મહત્તા જળવાઈ રહે. તેને અમલમાં મૂકવાની ઈચ્છા સાચા અંત:કરણપૂર્વક થવી જોઈએ. ફકત આ રીતે જ પોતાનું ચારિત્ર્ય ઘડી શકાય.